મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર બાબતે ખેડાપા ગામ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું..

Latest Mahisagar
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા

સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતના સરપંચ પારગી દીનેશભાઇ અખમાભાઈ પંચાયતના સરપંચ બન્યા પછી ઘણી બધી ગ્રાન્ટો તથા દરેક યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવેલ છે.સરપંચ નૂ તા ૯/૫/૨૦૧૮ ના રોજ એક રોડ અકસ્માતમાં થયો હતો અને તેમાં પગ મા ફેકચર થય ગયા હોવાથી તેઓ આજદીન સુધી ચાલી શકયા નથી તેથી તેઓ ઘેર રહીને સરપંચ પ્રતિનિધિત્વ સંભાળે છે.

આમ સરપંચ દ્વારા ૧૯/૪/૨૦૧૭ થી ૧૯/૬/૨૦૨૦ સુધી પંચાયતનુ બેંક એકાઉન્ટ ખાતાનુ સ્ટેમેન્ટે ચેક કરતા ૬૯,૧૦,૮૦૦ રૂપિયા તેમના પિતા એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સરકારના નિયમ અનુસાર પ્રતિનીધી પોતે કેશ વ્યવહાર કરી શકે છે પંરતુ તેઓ ધણી બધી વાર મોટો આંકડાનો વ્યવહાર બેંકમાંથી કરેલો છે. આમ ગ્રામ પંચાયતની લગતી દરેક યોજનાઓમા ગેરરીતિ આચરવા આવેલ છે અને કાયદેસર સ્થળ ચકાસણી વ્યક્તિ દીઠ કરવામાં આવે તો પંચાયતમાથી ગણો મોટા ભ્રષ્ટાચાર સામે આવૈ તેવી શક્યતાઓ છે. આમ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર અને જિલ્લાના વિકાસ અધિકારીને જાણ કરવામા આવવા છતાં આજસુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવેલ નથી.આમ આપને જણાવાનુ કે અમારી અરજીનો નિકાલ ૨ કે ૩ દિવસ સુધીમાં કરવામાં નહીં આવે તો અમો ગાંધી નગર વિધાનસભા સંકુલમાં જઇને ઉપવાસમાં ઉતરીશું તેમ ખેડાપા યૂવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *