વડોદરા: ડભોઇ- દર્ભાવતિ નગરી વિકાસના પંથે- ધ્યેય સાથે અંદાજિત ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર ટાઉન હોલનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુર્હુત કરાયું.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નવનિર્મિત થનાર “ટાઉન હોલ” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્યએ જણાવેલ કે યુવાનોમાં રહેલી કલા અને સંસ્કૃતિની આવડતને બહાર લાવવા માટે આ ટાઉનહોલ એક આદર્શ પ્લેટફોર્મ બની રહેશે .આ ટાઉનહોલ ૬૦૦ વ્યક્તિની સીટિંગ કેપેસિટી સાથેનું અને અત્યાધુનિક સગવડો ધરાવતું બની રહેશે .સમગ્ર રાજ્યમાં નગરને આગવી ઓળખ માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફક્ત ચાર નગરપાલિકાઓ ને આવા ટાઉનહોલ બનાવવાની મંજૂરી અપાઈ છે જેમાં ડભોઇ- દર્ભાવતિ નો સમાવેશ થયેલ છે.જે શહેર માટે ગર્વ ની બાબત છે. અત્યાધુનિક સગવડ ઉમેરતા મંજુર થયેલ ગ્રાન્ટ કરતાં જો વધુ ખર્ચ થશે તો તે નગરપાલિકાના સ્વભંડોળમાંથી પણ ઉમેરીને ગૌરવ આપે તેવું ટાઉન હોલ બનાવવામાં આવશે. યુવાનોમાં રહેલ રમત-ગમતના કૌશલ્યને બહાર લાવવા માટે નગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે અને નગરપાલિકાના નવા અત્યાધુનિક સગવડો સાથેના મકાનનું પણ નિર્માણ કરવામાં આવશે. સદર ટાઉન હોલનું કામ કોન્ટ્રાક્ટર પટેલ કિસ્મત રાય ચુનીલાલ દ્વારા કરવામાં આવનાર છે. સદર ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અનસુયાબેન કારોબારી ચેરમેન મુકેશભાઈ , ઉપપ્રમુખ અફઝલ કાબાવાલા, વિપક્ષના અગ્રણી સુભાષભાઈ ભોજવાણી, ભાજપ અગ્રણી-શહેર પ્રમુખ ડો. સંદીપ શાહ, મહામંત્રી બિરેન શાહ વિશાલ શાહ, અમિત સોલંકી, ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, અશ્વિનભાઈ વકીલ, નગરપાલિકાના વિવિધ સભાસદો, સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પુરાણી સ્વામી અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *