રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
તમામ માર્કેટયાર્ડ કરતા ચાણસ્મા માર્કેટયાર્ડમાં ૮૫૦ થી ૯૭૫ ભાવ પડ્યો.હજુ પોસણક્ષમ ભાવ મળે તેવી ધરતીપુત્રો ની અપેક્ષા..
પાટણ જિલ્લા ની માર્કેટયાર્ડમાં ગઈ કાલે સોમવારથી કપાસની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે વરસાદે કપાસની ખેતી બગાડી હોવાથી ઉત્પાદન પર માઠી અસર થતા આવકનું પ્રમાણ ઘટે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.જોકે પ્રથમ દિવસે ચાણસ્મા માર્કેટયાર્ડમાં કપાસ ની આવક સારી રહી ૨૭૫ મણ કપાસ ની આવક થઈ હતી..પ્રતિ ૨૦ કિલો નો ભાવ પ્રથમ દિવસ ની હરાજી માં ૮૫૦ થી ૯૭૫ બોલ્યા હતા..જિલ્લા ની તમામ માર્કેટયાર્ડ કરતા ચાણસ્મા ની માર્કેટયાર્ડમાં ઉંચો ભાવ વેપારીઓ બોલ્યા હોવા નું જણાવ્યું છે..પરંતુ ચાલુ સાલે ભારે વરસાદ થી કપાસ નું ઉત્પાદન પર માઠી અસર જોવા મળી રહી હોય ખેડ ખાતર પાછળ કરેલા ખર્ચ પ્રમાણે આ ભાવ પોસણ ક્ષમ ના હોવા નું ધરતીપુત્રો જણાવી રહ્યા છે..દોઢ હજાર જેટલો પ્રતિ ૨૦ કિલો નો ભાવ મળે તોજ કપાસ ની ખેતી પોસાય તેમ છે બાકી ખર્ચા ઓ અને વ્યવહાર તહેવાર સચવાય તેમ નથી તેવું ધરતીપુત્રો નું માનવું છે.
પાટણ, સરસ્વતી, ચાણસ્મા,સિદ્ધપુર સહિતના પંથકમાં બીટી કપાસની ખેતી થાય છે. આ વખતે ૨૧ હજાર હેક્ટર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર થયું છે. પરંતુ સતત વરસાદના કારણે કપાસનો પાક બગડ્યો છે. જેના કારણે હજુ કપાસનું ઉત્પાદન જોવે તેવું શરૂ થયું નથી. જેથી ખેડૂતોએ કપાસ વિણવાની શરૂઆત હવે ધીમે ધીમે કરી રહ્યાશે. આજથી પાટણ માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી શરૂ કરવાનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે હાલ પ્રથમ તબક્કામાં આવક મર્યાદિત રહેશે પરંતુ દિવાળી પછી સિઝન શરૂ થતા આવકનું પ્રમાણ વધે તેવા સંકેત મળી રહ્યા છે. દર વર્ષે પાટણ માર્કેટ યાર્ડમાં મે માસ સુધી કપાસનો જથ્થો વેચાણ માટે આવે છે.