રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વીસીઇ મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું જેમાં વીસીઈ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે નજીવા કમિશનથી સેવા આપે છે તેમજ અન્ય કોઈપણ લાભ મળતો નથી તેમજ અગાવ પી એમ કિસાન યોજના, કૃષિ સહાય, એન્ટ્રી વગેરે કામગીરી કરી હોવા છતાં ૨ વર્ષથી ચુકવણું કરવામાં આવ્યું નથી. તેમજ ૧૪ વર્ષથી કમીશન પણ વધારવામાં આવ્યું નથી. જેથી વીમા કવચ, કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવા તેમજ અગાવ પી એમ કિસાન કૃષિ સહાય , જન્મ મરણ વગેરેનું ચુકવણું તાત્કાલિક કરવા ની માંગ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. અને જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો સરકારની કામગીરીનું બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.