રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી જિલ્લાના બગસરામાં કચ્છ જીલ્લાના રાપર મુકામે અસાજિક તત્વો દ્વારા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તિક્ષણ હથિયારો થી કરાયેલી હત્યા ના મામલે સમગ્ર ગુજરાત માં વકીલોનો ધેરો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે આ વકીલની હત્યા ના મામલે આજરોજ બગસરા વકીલ મંડળ દ્વારા બગસરા મામલતદાર શ્રી ને આવેદન આપી મૃતકના પરિવારજનો ને ન્યાય મળે અને ગુનેગારોને તાતકાલીક ધોરણે ઝડપી લઇને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે મૃતકના પરિવાર જનો ને મળવાપાત્ર સહાય તાતકાલિક ધોરણે ચુકવવામાં આવે અને ભવિષ્યમાં કોઇપણ વકીલ સાથે આવી ઘટના ન બને તે માટે સરકાર દ્વારા તકેદારી રાખી પોલીસ પ્રસાસન પણ આવા ગુનેગારો ને કોઈ પણ પ્રકારની ઢીલી નીતી ન રાખી કડકમાં કડક સજા કરાવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં બગસરા વકીલ મંડળ ના સભ્યો સોશિયલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા તેમજ બગસરા વકીલ મંડળ પ્રમુખ દિનેશભાઈ ખીમસુરીયા જણાવી રહ્યા હતા કે ફરીવાર આવી ઘટના ન બને તે માટે પ્રશાસને જરૂર નોંધ લેવી જોઇએ.