રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોનાવાયરસ ની મહામારીમાં રાત કે દિવસ જોયા વગર ઘર કુટુંબ અને પોતાની પરવા કર્યા વગર પોલીસ કર્મીઓ આરોગ્ય કર્મીઓ ,પ્રાંત કચેરી અધિકારીશ્રીઓ મામલતદાર કચેરી અધિકારીઓ મીડિયા કવરેજ,ટી.ડી.ઓ ઓફિસ તથા હોમગાર્ડ કર્મચારીઓ તથા વગેરે કોરોના વોરિયર્સ બની ને સમાજને ઉપયોગી બનનાર તમામ અધિકારીઓ નું સન્માન સમારોહ યોજવામાં આવ્યો કચેરીમાં જઇ અધિકારીને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા તથા ઉપપ્રમુખ રાજુલા તાલુકાના કેતનભાઈ દવે તથા રાજુલા શહેર ના ઉપપ્રમુખ હિરેનભાઈ વાળા(પ્રજાપતિ) તથા રાજુલા તાલુકાના મહામંત્રી વિરલભાઈ પરમાર તથા મીડિયા કન્વીનર અશોકભાઈ મકવાણા તથા રાજુલા તાલુકા મહિલા મોરચા ના પ્રમુખ વીણાબેન સલ્લાં તથા રાજુલા શહેર પ્રમુખ કાજલબેન બારૈયા તથા રાજુલા શહેર ઉપપ્રમુખ રવિનાબેન બોરીચા તથા રાજુલા તાલુકાના મંત્રી ધારાબેન ધૂધળવા હાજર રહ્યા હતા.