રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ટ્રાફિક પીએસઆઈ ગલચર અને ટીમે ૧૦ કી.મી.થયેલો ટ્રાફિક જામ ગણતરીના સમય માં હળવો કરતા રાહત રાજપીપળા થી દેડીયાપાડા તરફ જતા હાઇવે માર્ગ ઉપર આજે મોવીગામ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હોય ટ્રાફિક પીએસઆઇ ગલચર અને તેમની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા ૧૦કી.મી. જામ થયેલા ટ્રાફિક ને થોડાજ સમય માં હળવો કરતા ટ્રાફિક જામ માં લાંબી કતાર માં ઉભેલા વાહનચાલકો એ રાહત મેળવી હતી. રાજપીપળા થી હાઇવે ને જોડતા આ મુખ્ય માર્ગ ઉપર અવાર નવાર બેફામ જતી ટ્રકો દ્વારા અકસ્માતો ના બનાવ બનતા હોય છે માટે ટ્રક સહિતના બેફામ જતા ભારદારી વાહનો પર પોલીસ અને આરટીઓ એ કડક કાર્યવાહી કરી તેમની ગતિ ઉપર બ્રેક મારવી જોઈએ કેમકે આવા અકસ્માત માં અનેકવાર નાના વાહન ચાલકો એ જીવ ગુમાવ્યા છે માટે રોક લગાવવી જરૂરી બની છે.