રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા વિધાનસભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ઉપસ્થિતિમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં નવી વરણી થયા બાદ પ્રથમ વખત રાજુલા નગરપાલિકાના જનરલ બોર્ડનું રાજુલા નગરપાલિકાના પ્રમુખ શ્રી લાખણોત્રાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ નું આયોજન કરવામા આવ્યું. રાજુલા શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત શહેર ના વિકાસ માટે ૭૦ જેટલા મુદ્દાઓ આ જનરલ બોર્ડની મીટીંગમાં લેવામાં આવ્યા. જેમાં આંબેડકર સર્કલ થી શ્રી કૃષ્ણ દ્વાર સુધી વોકિંગ પાથ નું આયોજન કરવામાં આવ્યું. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર સી.સી.ટી.વી કેમેરા મુક્વા માટે નું આયોજન કરવામાં આવ્યું. આ જનરલ બોર્ડ મીટીંગમા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. રાજુલા શહેરની જનતા માટે બાગ-બગીચા તેમજ રાજુલા બાયપાસ પાસે ફરવા લાયક સ્થળનું આયોજન કરવામા આવ્યું. રાજુલા શહેરના કચરાનો નિકાલ હાલ સીમાડે કરવામાં આવે છે, તે કચરા માટે વેસ્ટ કમ્પોઝ પ્લાન તૈયાર કરી આ કચરાનો કાયમી નિકાલ થાય તેવું આયોજન કરવામા આવ્યું. આ જનરલ બોર્ડ મીટીંગ પછી ઉપ-પ્રમુખ શ્રી દીપક ભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ જણાવ્યું કે રાજુલા શહેરના વેપારીઓએ જે વિશ્વાસ અમારી બોડી પર મુક્યો છે તે વિશ્વાસ અમે જાળવી રાખીશું અને શહેરનો વિકાસ આગળ વધે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશું. અંતમા નવ નિયુક્ત રાજુલા નગરપાલિકાના યુવા પ્રમુખ શ્રી ઘનશ્યામ લાખણોત્રા એ જણાવ્યું કે તેઓ અને તેઓની ટીમ શહેરના મુખ્ય અને જટીલ પડતર પ્રશ્નોનોના નિકાલ કરવા માટે સતત અને અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને તે માટે તેઓએ શહેરી જનોને અપીલ પણ કરી છે કે શહેરના વિકાસ માટે જનતા પણ અમારી સમગ્ર ટીમને સાથ અને સહકાર આપે..
