રિપોર્ટર: ભરત સથવારા, પાટણ
ચોમાસા અગાઉ નાખવામાં આવેલ નળના ટેસ્ટીંગમાં તમામ જગ્યાએ લીકેજ .. રાધનપુર સાંતલપુર તાલુકામાં કેનાલોના સમારકામ અને સફાઈ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે પરંતુ નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલી ભગતને કારણે કેનાલોની કામગીરીમાં મોટા પાયે ગેરરીત આચરવામાં આવતી હોવાના પુરાવા કેનાલોની હાલત જોતા જોવા મળી રહ્યા છે . કલ્યાણપુરા માયનોર -૨ માં પડેલા ગાબડા અને સફાઈના અભાવે સીંચાઈના પાણીથી વંચીત ખેડુતોએ નર્મદા નિગમ વિરુધ્ધ સુત્રોચાર કર્યા હતા . રાધનપુર ની મોટી પીંપીળી ડીસ્ટ્રી કેનાલમાંથી નીકળેલી કલ્યાણપુરા માયનોર કેનાલ માં ઠેર ઠેર પડેલા ગાબડા અને સફાઈના અભાવે ખેડુતોને કેનાલ દ્વારા કયારે સીંચાઈનું પાણી મળતું નથી , કલ્યાણપુરા ગામની સીમમાં તાજેતરમાં ચોમાસા અગાઉ કોન્ટ્રાકટર દ્વારા અંડરગ્રાઉન્ડ કેનાલની કામગીરી કરવાનું કામ કરવામાં આવ્યુ હતુ જેમાં કેનાલની એક કંડી થી બીજી કુંડી વચ્ચે નવીન સીમેન્ટના નળા નાંખવામાં આવ્યા હતા . કોન્ટ્રાકટર દ્વારા કરેલ કમગીર બાદ ટેસ્ટીંગ માટે પાણી છોડવામાં આવતા નળાના સાંધાના જોઈન્ટમાંથી પાણી લીકેજ થયુ હતું . અને આજુ બાજુના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું . નાળા લીકેજ થતા કોન્ટ્રાકટર દ્વારા બાજુમાંથી માટી ખોદીને નાળા ઉપર નાંખી ચાલતી પકડી હતી . જે આજસુધી રીપેરીંગ કરવામાં આવી નથી અને કેનાલની સફાઈના અભાવે કેનાલમાં ઠેરઠેર બાવળો અને ઘાસ તથા માટી ભરાયેલ જોવા મળી હતી જયારે કેટલીક જગ્યાએ કેનાલમાં મસમોટા ગાબડા પડેલા પણ જોવા મળ્યા હતા. કલ્યાણપુરાના મહાદેવભાઈ ઠાકોરના જણાવ્યાનુસાર દરવરસે કેનાલમાં ભ્રષ્ટ્રાચારના ગાબડા પડે છે અગાઉ કેનાલ તુટી જતા કેનાલને અંડગ્રાઉન્ડ કરવા નળ નાખ્યા તે પણ તુટી ગયા સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી કેનાલોનું સમારકામ કરવામાં આવે છે પરંતુ કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મલીભગતને કારણે મોટો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે . અમારા ગામના ખેડૂતો નવેમ્બર માસમાં પીયત શરુ કરે છે અને પાણી માટે નર્મદાના અધીકારીઓ પાસે રજુઆત કરવા જઈએ એટલે કોઈજ અમારી વાત સાંભળતુ નથી અને પાણી આપવાના ઠાલા વચનો અધીકારીઓ દ્વારા આપવામાં આવે છે . પરંતુ પાણી અમારા ગામની કેનાલમાં કયારેય આવ્યું નથી . છેલ્લા પાંચ વરસથી કેનાલ તુટે અને રીપેરીંગ કરવાના નામે મોટો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો . જયારે કલ્યાણપુરા ગામના ખેડુતોએ નર્મદા નિગમમ દ્વારા કેનાલની કામગીરીમાં આચરવામાં આવતો ભ્રષ્ટ્રાચાર વિરુધ્ધ સુત્રોચાર કર્યા હતા અને ઠેર ઠેર તુટેલી કેનાલને તાત્કાલીક રીપેરંગ કરાવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત સદસ્ય શુ કહે છે . કેનાલોની કામગીરી બાબતે અમોએ માંગેલ માહીતીમાં કલ્યાણપુરા માયનોર -૨ કેનાલની સફાઈ અને મરામત્તની કામગીરી બાબતે કોન્ટ્રાકટરને નિગમ દ્વારા બીલ પણ ચુકવવામાં આવેલ છે જયારે કેનાલની સફાઈ કરવામાં આવી નથી કોન્ટ્રાકટર અને નિગમના અધીકારીઓએ ભેગા મળીને ખોટાબીલો બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે જેની તપાસ થવા નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને લેખીત રજુઆતકરી હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોર જણાવ્યું હતું.
