રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ તાલુકાના મોટાભાગના ગામડાઓના આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે ઘોડા થી થુલેટા ગામ સુધી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે રોડની બન્ને સાઈડ તુટી ગયા છે તેમજ રોડની બન્ને સાઈડ ગાંડા બાવળો ઊગી ગયા છે. બિસ્માર રસ્તાને અને રોડની બન્ને સાઈડ ગાંડા બાવળ ઊગી જવાથી જાનહાની થવાની શક્યતા રહેલી છે જો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ ?
વિરમગામ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં આંતરિક રસ્તાઓ તૂટી ગયેલા છે જેને લઇને નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઘોડાથી થુલેટા ગામ સુધી જવાનો મુખ્ય રસ્તો ઘણા સમયથી ખરાબ થયો છે રોડની બંને બાજુ તૂટી ગયેલ છે તેમજ રોડની બંને બાજુ ગાંડા બાવળો ઊગી ગયા છે આ ગંભીર સમસ્યાથી ગામજનોને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે બિસ્માર રસ્તાને લઈને જાનહાની થવાની શક્યતા રહેલી છે જેથી દલિત અધિકાર મંચ ની માંગ છે કે આ જન સમસ્યાનો ઉકેલ જલ્દી થી લાવે રોડની બન્ને સાઈડ ગાંડા બાવળ ના હિસાબે ગામજનોને અકસ્માત થવાનો ભય સતત સતાવતો હતો તેથી સરકારે જ્યારે રોડનું નવિનીકરણ કરવું હોય ત્યારે કરે પણ કોળી યુવા સંગઠન અને સાથી મિત્રો દ્વારા થુલેટા થી ધોડા તરફ જવાના રસ્તા ઉપર બાવળીયા કાપીયા હતા વિપુલભાઈ કો.પટેલ, ભરતભાઈ સેનવા, આકાશભાઈ કો.પટેલ,જનકભાઈ કો.પટેલ, હિતેશભાઈ કો.પટેલ, આનંદભાઈ કો.પટેલ સાથી મિત્રો દ્વારા બાવળ કાપી રોડ ઉપર બાવળ ની સમસ્યા દૂર કરવા ભારે જહેમત ઉઠાવી હતી.દલિત અધિકાર મંચના સંયોજક, કિરીટ રાઠોડ દ્વારા આ સોશિયલ મીડિયા દ્વારા આ પોસ્ટ ધારાસભ્યને મોકલવાથી ધારાસભ્યએ ગંભીર નોંધ લઇને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીને જલ્દીથી આ કામ પૂર્ણ કરવાની સૂચના આપી.
