રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરમાં લોકો અને સિંહો એકબીજા સાથે જોડાઈને રહે છે એવું જ કંઈક દ્રશ્ય રામપરામાં જોવા મળ્યું. તાલાલા તાલુકાના રામપરા માં આજે વહેલી સવારે ત્રણ જેટલા સિંહ ચડી આવ્યા અને રસ્તા વચ્ચે જ ગાયનું મારણ કર્યું હતું સૂર્યોદય થતાં બે સિંહ મારણ મુકી જતા રહ્યા પરંતુ એક સિંહ ત્યાં જ જોવા મળ્યો. થોડીવાર માં ગામ લોકો એકત્રિત થઇ ગયા હતા સિંહના મારણને નિહાળ્યું હતું વિડિયો અને ફોટા પાડ્યા જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થયા આ અંગે સરપંચ જગદીશભાઈ તાળાવીએ કહ્યું કે ગામમાં ત્રણ સિંહ આવ્યા હતા અને રસ્તા વચ્ચે મારણ કર્યું હતું લોકો એકત્રિત હતા.તેમજ વન વિભાગને જાણ કરી હતી વનવિભાગની ટીમ આવી સિંહને દૂર કર્યા હતા.
