રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
સાવલી તાલુકાના ટુંડાવ ગામે આમ આદમી પાર્ટી તરફથી સંમેલનનું આયોજન કર્યું હતું. દિલ્હી સરકારની કામ કરવાની પધ્ધતિનુ લોકો સમક્ષ રજૂઆત કરી સાચી સમજ આપી હતી. આમ આદમી પાર્ટીમા મોટીસંખ્યામાં કાયૅકારો જોડાયા હતા. સાવલી ડેસર તાલુકાના સહ પ્રભાર ભાઈજી રામ મહારાજ વડોદરા જિલ્લા પ્રમુખ દીપકભાઈ ઠાકોર જિલ્લા સહપ્રભારી ગીરીશભાઈ વસાવા સાવલી તાલુકાના ઉપપ્રમુખ રાણા પ્રવીણ સુરસિંહ શહેર પ્રમુખ જીગ્નેશ પુરી બાપજી,લઘુપતિ મોરચાના પ્રમુખ ઈર્શાદ સૈયદ,ડેસર તાલુકાના ઉપપ્રમુખ જશવંતસિંહ દુધાળા,ટુંડાવ તાલુકા પંચાયતના ઉમેદવાર સાદિયા રફિકભાઈ ઉદયસિંહ,ક્ષત્રિય સમાજના સંગઠન મંત્રી તરીકે પરમાર કમલેશભાઈ કનુભાઈ ની નિમણૂક કરવામાં આવી હતી.
