રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાત્રીના 1 વાગ્યાના સુમારે અંતરીયાળ ગામડામાંથી આવેલ સગર્ભાની સ્થિતિ ગંભીર હોવા છતાં વડોદરા રીફર કરવાને બદલે પોતે જ હેંડલ કરી લેવાની સમય સુચકતા વાપરી બે જીવ બચાવી લીધાં. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગત તા.૨૩/૦૯/૨૦૨૦ ના રોજ નર્મદા જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાંથી એક ગર્ભવતી મહીલા ને ગંભીર સ્થિતિમાં લાવવામાં આવી હતી, સગર્ભાની પરિસ્થિતિ જોતાં બાળક અને માતા બન્ને ના જીવ જોખમમાં મુકાયેલા જણાયા હતાં. સામાન્ય રીતે આવા પેશન્ટોને વધુ સઘન સારવાર માટે વડોદરા રીફર કરી દેવાતા હોય છે. પરંતુ ફરજ ઉપરના તબીબ ડો.હર્ષિલ અને તેમની ટીમ એ સમય સુચકતા વાપરીને સગર્ભાની સફળ ડીલીવરી કરાવી માતા અને બાળક બંન્ને સુરક્ષીત કરી લીધાં હતાં. જોકે નવજાત બાળકને વધુ મેડીકલ સપોર્ટની જરૂર જણાતા વડોદરા રીફર કરાયુ હતું, અને ત્યાં બાળક સ્વસ્થ હોવાનુ જાણવા મળેલ છે. જેની બેદરકારીઓને કારણે વારંવાર વિવાદોમા ઘેરાતી સિવિલ હોસ્પિટલ રાજપીપળાની એક ઉજળી અને પ્રશંસા ને પાત્ર કામગીરી સામે આવી હતી.