રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના કુનબાર ગામમાં પિતા વિરૂદ્ધ થયેલા કેસ ની તપાસ કરવા ગયેલા દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ ને ગાળો આપનાર પુત્રીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટ્રેબલ કંચનભાઇ ખાલપાભાઇ એ આપેલી ફરિયાદ મુજબ થોડા ઇન્દુભાઈ વસાવા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાળાગાળી અને ધમકી આપવા બાબતે ની ફરિયાદ દેડિયાપાડા પો.સ્ટે.માં નોંધાતા આ કેસ ના પંચનામાં માટે કુનબાર ગામમાં ગયેલ પોલીસ કોન્સ્ટ્રેબલ કંચનભાઈ ને ઇન્દુભાઈની પુત્રીઓ પૈકી રેવાબેન વસાવા, રક્ષાબેન વસાવા અને રીતુબેન વસાવા એ પીતાજી ઇંદુભાઇને ગુનામાં અટક કરેલ હોય જેના કારણે કોન્સ્ટ્રેબલની વિરૂધ દ્વેષ રાખી ખોટી રીતે બદનામ કરવા માટે લોકો વચ્ચે ગમે તેમ ગાળો બોલી ફરી કોન્સ્ટ્રેબલને જાહેરમાં પૈસા ખાવ છો, તેવી બુમો પાડી ખોટા આક્ષેપો કરી પોલીસની કાયદેસની કાર્યવાહીમાં રૂકાવટ કરતા ત્રણેય પુત્રીઓ વિરુદ્ધ ડેડીયાપડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.