અમરેલી નાગરિક સહકારી બેંક લી. ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન બેન્ક એ ગત વર્ષમાં ર૩0૪.૭૯ લાખનો નફો કર્યો. સભાસદોને મહત્તમ ૧૫ % ડિવીડન્ડ જાહેર કર્યુ. ૨૧૫૫0૪.૩૪ લાખ ડિપોઝીટ અને ૨૭૫0૯.૮૮ લાખ ધિરાણ સતત ૧૮ માં વર્ષે નેટ એન.પી.એ અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની પ૬ મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ તથા આસી. મેનેજર દિલીપ ધોરાજીયાએ કરેલ. ત્યારબાદ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન બેંકના આસી. મેનેજર દિલીપ ધોરાજીયા દ્વારા કરવામાં આવેલ. બેંકની કામગીરી અને પ્રગતિનો અહેવાલ બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણે આપેલ છે. તારીખઃ ૩૧-0૩-૨0૨0 ના રોજ થાપણ ૨૧૫૫0૪.૩૪ લાખ થવા પામેલ છે. તેમજ ધિરાણ ૬૭૫0૯.૮૮ લાખ થયેલ છે. તેમજ ચાલુ વર્ષે બેંકે ઈન્કમટેક્ષ પ્રોવિઝન પહેલાનો નફો ૨૩0૪.૭૯ લાખ કરેલ છે. બેંકે રીકવરી પર પુરતું ધ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતી જાળવી રાખી તેમજ બેંકે તમામ પાસા પર પ્રગતિ કરેલ છે. બેંકનું ધ્યેય ઉત્તમ ગ્રાહક સેવાનું રહયું છે. બેંક દ્વારા દર વર્ષની માફક સભાસદોને મહત્તમ ૧૫ % ડિવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. જે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની સુચના મળ્યા પછી ચુકવવામાં આવશે. બેંકના પુર્વ ચેરમેન પી. પી. સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત ૧૮ માં વર્ષે પણ બેંકનું નેટ એન.પી.એ. 0% અને ગ્રોસ એન.પી.એ. ૬.૮૭ % જાળવેલ છે. ગ્રોસ એન.પી.એ.માં મહત્તમ ખાતાઓ સોનાના દાગીના સામે આપેલ ધિરાણના છે. બેંક દ્વારા ICICI Bank Ltd. ની સાથે ટાઇઅપ કરી RuPay પ્લેટફોર્મ દ્વારા ATM cum Debit Card ની સેવા ચાલુ છે. બેંકનું ATM કાર્ડ ભારતભરનાં આશરે ૨,૩૭,000 ATM સેન્ટર ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના વખતો વખતના નિયમોનુસાર માન્ય છે. ઉપરાંત આ RuPay ATM cum Debit Card દ્વારા મોલ, પેટ્રોલપંપ, દુકાનો જેવા આશરે ૧0,000,00 થી વધુ વેચાણકેન્દ્રો ઉપરથી પોઈન્ટ ઓફ સેલ મશીન પર સ્વાઈપ કરી ખરીદી કરી શકાય છે. વધુમાં બેંક દ્વારા મોબાઈલ બેંકીંગ એપ્લીકેશન, એસ.એમ.એસ./ મીસ્ડ કોલની સુવિધા, અધતન અને અપડેટેડ વેબસાઈટ , ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ફિકસ ડિપોઝીટ ઓટો રીન્યુઅલ, કવીક સ્ટેટમેન્ટ ઈ – મેઈલ દ્વારા મેળવવાની સુવિધા વગેરે જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે. તેમજ ઈ – કોમર્સ, IMPS, ઈન્ટરનેટ બેકીંગ, મોબાઈલ બેંકીંગ જેવી આધુનિક સેવાઓ પણ બેંકના ખાતેદારોને ટુંક સમયમાં મળી રહે તે માટે બેંક સતત પ્રયત્નશીલ છે. બેંક ઉપર છેલ્લા ૫૬ વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો, ખેડૂતોએ વિશ્વાસ મુકેલ છે. તે વિશ્વાસ બેંકે સતત જાળવી રાખેલ છે. અમરેલી નાગરિક સહકારી બેંક લી. માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહીં બનતા જાહેર જનતાને ઉપયોગી બેંક બની છે અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, વાઈસ ચેરમેન મનસુખભાઈ ધાનાણી, મેનેજીંગ ડિરેકટર ભાવિનભાઈ સોજીત્રા, બેંકના પુર્વ ચેરમેન અને ડિરેકટર પી.પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરઓ અને બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ, આસી. મેનેજર દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસર અજય નાકરાણી આસીસ્ટન્ટ રીકવરી ઓફિસર નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *