કાલોલ : ટ્વીટર દ્વારા મદદ માંગતા ઈસમને પંચમહાલ પોલીસે કરી મદદ

Corona Kalol Latest Madhya Gujarat

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે પંચમહાલ જીલ્લામાં પણ કામ કરતા મજૂરો પણ ફસાયા છે.ત્યારે પંચમહાલ પોલીસને ટ્વિટ દ્વારા એક કાલોલમાં ફસાયેલા વ્યક્તિએ જાણકારી આપી હતી.

ઉત્તરપ્રદેશનાં અને હાલમાં કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરતા પ્રશાંતકુમાર નામના વ્યક્તિએ જિલ્લા પોલીસને ટ્વીટ દ્વારા જાણ કરેલ કે તેમની પાસે તેમના ભાડાના ઘર ખાતે રાશન છે

પરંતુ રસોઈ બનાવવાનો ઇન્ડક્શન સ્ટવ ખામીયુક્ત છે અને તેને લોકડાઉનના કારણે બદલી કે રિપેર પણ કરી શકાતો નથી.

ટ્વિટની અસર જોવા મળી કે જેથી કાલોલ પોલીસ એકશનમાં સંવેદના દાખવી ઇન્ડક્શન સ્ટવની વ્યવસ્થા કરી આપી જરૂરી મદદ પૂરી પાડી હતી

ઉત્તરપ્રદેશનાં અને હાલમાં કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરતા પ્રશાંતકુમાર નામના વ્યક્તિએ જિલ્લા પોલીસને ટ્વીટ દ્વારા જાણ કરેલ.
કોરોના લોકડાઉનનાં કપરા કાળમાં સર્વત્ર માનવતા મહોરી ઉઠી છે જરૂરિયાતમંદને વ્હારે ઠેર ઠેર સેવાયજ્ઞઓ શરૂ થયા છે કોઈ ભૂખ્યું ન સુવે તે માટે શહેરો ગામોમાં જાણે સેવાનો સામુહિક સ્વયંભૂ સંકલ્પ લેવાયો હોઈ તે રીતે સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડૉ.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક આ પરપ્રાંતીય યુવાનને જરૂરી રસોઈની સામગ્રી અને ઈન્ડકશન સ્ટવની વ્યવસ્થા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *