જૂનાગઢ: કેશોદમાં કોંગ્રેસ કાર્યાલય ઉદ્ધાટન સાથે ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

જુનાગઢ જીલ્લાના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ સાથે લોકોના પ્રશ્નોની રજુઆત સાંભળવા કાર્યાલયના ઉદઘાટન સાથે કોંગેસમાં જોડાયેલા નવા કાર્યકરોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યા.

કેશોદની પોષ્ટ ઓફિસ સામે કોંગેસ કાર્યલયનું અક્ષયગઢ ગુરૂકુળના સ્વામીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યા બાદ કેશોદના જુનાગઢ રોડ મુકામે આવેલ લેઉવા પટેલ પાનદેવ સમાજમાં કોંગેસ પરિવાર દ્વારા જુનાગઢ જીલ્લા કોંગેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાના અદયક્ષ સ્થાને ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ હતી જેમાં વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયા જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોષી માંગરોળ ધારાસભ્ય બાબુભાઈ વાજા ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાં સહીતના ધારાસભ્યો કોંગેસ પક્ષના આગેવાનો હોદેદારો કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોંગ્રેસ પક્ષમાં નવા જાેડાયેલા કાર્યકરોનું ખેસ પહેરાવી સન્માન કરાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *