નર્મદા: સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કરતા રાજપીપળા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાલ સળગાવી વિરોધ કરાયો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

કેન્દ્ર સરકાર ના કરારી વટ હુકુમ ના કાયદા ના વિરોધ માં આજે નાંદોદ-નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા આ બિલ પાછું લેવા માટે રાજપીપળા સફેદ ટાવર પાસે મસાલ રેલી કરી વિરોપ્રદર્શન કરાયું અને આ બિલ પાછું ખેંચવાની માગણી કરી.નર્મદા યુથ કૉંગ્રેસ દ્વારા ખેડુત વિરોધી બિલ જે ભાજપ સરકાર દ્વારા સત્તા ના જોરે પાસ કરી ખેડુતો ને પાયમાલ કરવાનો ધંધો કર્યો છે જેના વિરોધ માં મોદી સરકાર સામે ઉગ્ર માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ નિકુંજભાઈપટેલ, નર્મદા યુથ કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા તથા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા, નર્મદા યુથ કૉંગ્રેસ ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર,સોશિયલ મીડિયા જિલ્લા પ્રમુખ અમિતભાઈ વસાવા ,તથા જિલ્લા મહામંત્રી અમિતભાઈ માલી, તથા નાંદોદ મહામંત્રી રજનીશભાઈ તડવી તથા મેહુલ ભાઈ પરમાર,તથા જિલ્લા nsui પ્રમુખ નિકુંજભાઈ વસાવા તથા યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

આ બાબતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવાએ જણાવ્યું છે કે ભાજપ સરકરે તાનાશાહી કરી ખેડૂત વિરોધી બિલ પાસ કર્યું છે નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા સત્તાના જોરે ખેડૂત વિરોધી બિલ પાસ કર્યું છે જે ખેડૂતો ના હાથના કાંડા કાપી લીધા બરાબર છે ખેડૂત ના હાથના કાંડા કાપવા મતલબ દેશના કાંડા કાપવા બરાબર છે ભાજપ સરકાર નોટબંદી માં ફેલ, જી.એસ.ટીમાં ફેલ, લોકડાઉન માં ફેલ અને આ ખેડૂત બિલ મુદ્દે પણ ફેલ છે તેમને આર્થિક તંત્ર માં કોઈ જ્ઞાન નથી જો આ બિલ પાછું નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *