નર્મદા: ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ગુજરાત સરકાર દ્વારા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના અંતર્ગત વધુ ત્રણ પગલાંની જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહીને સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ તેમજ જંગલી પશુઓથી પાકનું રક્ષણ મેળવવા ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા સહાય એમ ત્રણ પગલાંનું રાજ્ય વ્યાપી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.

જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકો, તિલકવાડા તાલુકો, ગરુડેશ્વર તાલુકાના સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે નર્મદા જિલ્લા મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, રાજપીપલા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશભાઈ ભટ્ટ, આર.એ.સી.અધિકારી એચ.એન.વ્યાસ, બાગાયત નિયામક એન. વી.પટેલ તથા સર્વ ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *