રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના મહામારી જેવા સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી જેમાં ૫ કિલો બાજરો, ૨ કિલો ચોખા, ૨ લિટર રસોઈ તેલ, ૨૫૦ ગ્રામ ચા, ૨ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ મરચું પાવડર, ૨૦૦ ગ્રામ ધાણાજીરૂ નો પાવડર, ૧૦૦ ગ્રામ હળદર પાવડર, ૧ કિલો નિરમા પાવડર, ૨-૨ સાબુ નાહવા તથા કપડાં ધોવા માટેનો તથા આવશ્યક ઘરવખરી સામાન આપવામાં આવ્યો. આ સમયે ત્રણેય ફૂલીઓ માં ખુશી ની લહેર છવાઈ ગઈ અને બધા રેલવે સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો. ઉપરોક્ત કામમાં રેલવે કર્મચારીઓ માં આર.સી. મહાવર, હર્ષવર્ધન, સુરેશ પરમાર, ભીમસેન, તથા વાણિજ્ય નિરીક્ષક કેતનભાઈ વસા તથા સ્ટેશન કાર્યાલય ઇન્ચાર્જ અજયભાઈ બેલાની આ બધાનો સંપૂર્ણ સહયોગ રહ્યો.