બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની જૂની ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલિસ કોનસ્ટેબલ ઘેલાભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ અને જી. આર. ડી સ્ટાફ મહીસાગર નદી બ્રિજ પાસે જુની ચેક પોસ્ટ ઉપર વાહન ચેકકિંગ માં હતા તે દરમ્યાન પોલીસ કોનસ્ટેબલ ઘેલાભાઇ જેઠાભાઇને મળેલ બાતમી આધારે ગોધરા તરફથી આવતી ગગન ટ્રાવેલ્સમાં આરોપી હીતેશકુમાર ગંગારામ બીસ્નોઈ તથા મહેન્દ્ર કુમાર ઘેવારામ ગર્ગ બંને રહેવાસી રાજસ્થાનના પોતાના કબ્જા ભોગવટા હેઠળના થેલામાંથી ભારતીય બનાવટની પીસ્ટોલ નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કારતુસ નંગ-૨ કી.રૂ.૮૦૦ તથા અંગઝડતીમાંથી એક મોબાઇલ તથા જુદા જુદા દરની ચલણી નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.