રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૨૫ મિ.મિ., અને દેડીયાપાડા તાલુકામાં-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૯૮ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૪૦ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૫૧૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૦૩૩ મિ.મિ.સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૦૩૦ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૮૭૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૩૬.૫૧ મીટર, કરજણ ડેમ-૧૧૪.૪૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૬.૫૦ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.