કોરોના સંદર્ભે પંચમહાલ જિલ્લા પોલિસની કામગીરી

Corona Godhra Halol Kalol Latest Madhya Gujarat

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને થયેલ પોલિસ કામગીરીમાં લોકડાઉન વાયોલેશન બદલ કુલ 1451 એફ.આર.આઈ તથા ફેક ન્યુઝ ફેલાવવા બદલ 04 એફ.આર.આઈ. નોંધવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ 02 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને કુલ 119 એફ.આઈ.આર. કરવામાં આવી છે. આ ઉપરાંત, લોક ડાઉનના સમયગાળા દરમિયાન કુલ 4768 જેટલા વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ કુલ રૂ.4,87,400/-નો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે લોક ડાઉનના બીજા તબક્કામાં જાહેરમાં થૂંકવા બદલ 487 ગ્રામપંચાયતો દ્વારા રૂ.43,000/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.સરકારી તંત્ર અને પોલીસ દ્વારા સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ અને લોકડાઉન નું ચુસ્તપણે પાલન થાય તે માટે સતત કામગીરી થઇ રહી છે ત્યારે આવા સમયે લોકોનો પણ સહકાર મળે તે આવશ્યક છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *