રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી નગરમા સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાવલી નગરમાં નવીન કામગીરી માટે આજરોજ બળીયાદેવ મંદિર સી સી રોડ અને મોટા પીરની દરગાહ પાસે શેડ તથા સી.સી રોડ તથા રામદેવપીર મંદિરની ફરતે સંરક્ષણ દિવાલ ઉભી કરવા માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવલી નગરપાલિકાના પ્રમુખ .ઉપપ્રમુખ પાલિકાના સદસ્ય અને સાવલી નગરનાં નગરજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.