રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દેવળીયા રોડ પર એક ટ્રક બોડેલી તરફ જતી હતી અન્ય એક ટ્રક નસવાડી થી દેવળીયા તરફ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં દેવળીયા તરફ જતી ટ્રક અકસ્માત કરી જતી રહેલ પરંતુ જે ટ્રક નો અકસ્માત થયો તેમાં ડ્રાઈવર ટ્રક ની કેબિન માં સીટ પર ફસાઈ ગયો હતો જેને અન્ય ટ્રક સાથે લોખંડ નો તાર બાંધી કેબિન ના ભાગ ને ખેંચી ને ડ્રાઈવર ને રેસક્યું કરી બચાવ્યો હતો ડ્રાઈવર ભાદરવા ગામ નો હોઈ તેને તકતલિક ૧૦૮ મારફતે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે લઇ જવાયો હતો ત્યાંથી ડ્રાઈવર ના કાન માં ગંભીર ઈજાઓ હોવા થી ડ્રાઈવર ને બોડેલી દવાખાના માં રિફર કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર નો જીવ બચાવવા નજીક ના ગ્રામજનો દોડી આવ્યા હતા.