રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે લોકો દ્વારા ખુલ્લી ગટરોમાં વૃક્ષારોપણ કરી વિરોધ દર્શાવ્યો.

Latest Rajkot
રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી

રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણાં સમય થી તુટેલી હોય તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી જેથી લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધોરાજી નાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર અને જુનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે અને અન્ય ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ની ચેમ્બર માં ઉભરાતું ગંદુ પાણી દુષીત પાણી અને ભૂગર્ભ ગટર નાં ઢાંકણા ઓ તૂટી ગયેલ હોય તેમ છતાં અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથીં કરવામાં આવી અને તંત્ર ની બે કાળજી ને કારણે નાનાં મોટાં અકસ્માતો પણ થાય છે તેમ છતાં આનું નિરાકરણ આવતું ન હતું જેથી આજરોજ ત્યાનાં વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા પોતાની વ્યથા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો જેમાં મુખ્ય માર્ગ પર તુટેલ ભૂગર્ભની કુંડીઓ ન હોય ઘણાં સમય થી ત્યા જ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ અને તંત્ર વિરોધનાં સુત્રોચ્ચાર કરવામાં આવેલ અને પોતાની વ્યથા ઠલવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *