રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાની મધ્યમાં આવેલી વર્ષો પુરાણી ઐતિહાસિક હઝરત નિઝામ શાહ બાબાની દરગાહને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે ત્યારે આગેવાનોની રજૂઆતોના પગલે નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં આ બાબતે ચર્ચા બાદ હઝરત નિઝામ શાહ નાંદોદની દરગાહ ના વિકાસ કરવા માટે સંકલ સમિતિ ની બેઠક માં સર્વ સંમતિ થી મંજુર થયા બાદ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે ની દરખાસ્ત સચિવ ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડને મોકલી આપવામાં આવી હતી પરંતુ આ બાબતે સરકાર માંથી હજુ સુધી કોઈ કોઈ કાર્યવાહી ન થતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે સરકાર વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરી ઐતિહાસિક દરગાહ ના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવે તેવી માંગ ઉઠવા પામી છે.
હાલ જ્યારે નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી તરીકે નામના મેળવી ચૂક્યું છે ત્યારે સરકાર દ્વારા રાજપીપળા સહિત નર્મદા જિલ્લાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે ઉપરાંત કેવડીયા સહિત આસપાસના વિસ્તારને એકતા નગરી તરીકે નામ આપવામાં આવ્યું છે ત્યારે રાજપીપળા માં આવેલી હઝરત નિઝામશાહ નંદોદી ની દરગાહ કે જે સર્વ ધર્મ માટે એકતાનું પ્રતિક સમાન છે તેનો વિકાસ ક્યારે થશે ? તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે.