નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરની ભરતીમાં ગેરરીતી થવા બાબતે આજે યુથ કોગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

તા- ૧૪/૦૮/૨૦૨૦ ના રોજ સામાયીક પત્રમાં જિલ્લામાં ૬૦ જેટલા આંગણવાડી વર્કરની ભરતી જાહેર કરવામાં આવી હતી .

૩૧ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રીયા થઇ.ત્યારબાદ ૧૮ સપ્ટેમ્બર ના રોજ તમામ ઉમેદવારોને ઓરીજીનલ ડોક્યુમેન્ટસ લઈને વૈરફિકેસન માટે બોલાવામાં આવ્યા હતા . જેમાં વહાલા ધ્વલાની નીતી અપનાવી આગણવાડી મહીલા વર્કટમોને સીલેકટ કરવામાં આવ્યા જ્યારે ખરેખર લાયક ઉમેદવાર હતા તેમને કોઇને ક્ષતિ કાઢી રીજેકટ કરવામાં આવ્યા મહત્વની વાત એ છે કે જેમણે ડીશન્ડ્રીલીફાઇડ કર્યા છે એ તમામ ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા માસ્ટર ડીગ્રી ધરાવતા હતા તદ ઉપરાંત ઉમેદવારો ને જરૂરી આધાર પુરાવા લઇને જીલ્લા પંચાયત કચેરી પર હાજર રહેવા કીધુ હતુ પણ ત્યાગયા બાદ ડોક્યુમેન્ટ મા ક્ષતિછે એવા અનેક અયોગ્ય જવાબ આપી પાછા રવાના કરી દીધા તો પછી ત્યાં બોલાવવા નો મતલબ શું ,ઉપરોક્ત બાબત અનુસંધાને આપણા જીલ્લાના અન્યાય થયેલા તમામ ઉમેદવારો ને ન્યાય મળે અને તેમની કારકીર્દી પર પૂર્ણવિરામ ન લાગે એ માટે આ બાબતે ધટતું કરવા નર્મદા જિલ્લા કલેક્ટરને નમ્ર વિનંતી કરી..

જેમાં નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજય ભાઈ વસાવા તથા નર્મદા યુથ કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવભાઈ વસાવા , નર્મદા જિલ્લા સોશિયલ મીડિયા કોરડીનેટર અમિતભાઈ વસાવા.જિલ્લા યુવા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર તથા મહામંત્રી જિલ્લા યુથ કૉંગ્રેસ ગૌતમ વસાવા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *