અમરેલી: લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત..

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

ધારાસભ્‍યએ પ્રતિક ધરણા કર્યા છતાં પણ તંત્રને પડી નથી લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત સતત ત્રણ મહિનાથી નાવલી બજારમાં ગટરનાં ગંધાતા પાણી જમા થતાં રોગચાળાનો ખતરોજાહેર માર્ગ પર લીલ જામી જતાં રાહદારીઓ લપસી માર્ગ પર પડી જાય છે ગંદા પાણીમાં ઉભા રહીને શાકભાજી ફ્રૂટ વેચવાની મજબુરી જોવા મળે છેભુગર્ભ ગટર પ્રશ્‍ને તાજેતરમાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે મામલતદાર કચેરી સામે સીટીઝનપાર્કમાં પ્રતિક ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરેલ. આ તકે શહેરનાંવેપારીઓ ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનાં સમર્થનમાં વેપાર-ધંધા સજજડ બંધ પાળી સમર્થન આપેલ., આ તકે જીલ્‍લાનાં જવાબદાર અધિકારીઓએ પ્રશ્‍ન હલ કરવા ધારાસભ્‍ય દુધાત અને વેપારી અગ્રણીઓને ખાતરી આપેલ તેમ છતાં આ પ્રશ્‍ને કોઈ નિરાકરણ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહૃાો છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, શહેરની નાવલી બજારમાં સતત ત્રણ માસથી ભુગર્ભ ગટરની કુંડીઓમાંથી ગંદા પાણી ઉભરાઈ માર્ગો પર વહી રહૃાા હોવાથી માર્ગો પર ગંદા પાણીનાં લીલનાં થર જામી ગયા છે. નાવલી બજારમાંથી પસાર થતાં રાહદારીઓ, દ્વિચક્રીય વાહન ચાલકો લપસી પડી રહૃાા છે. જેમાં અકસ્‍માતનો ભોગ બનનારને નાની-મોટી ઈજાઓ થઈ રહી છે અને નાવલી બજારમાં વહેતા ગંદા પાણીનાં પ્રવાહમાં ઉભા રહી શાકભાજી-ફ્રૂટનાં વેપારીઓ વેપાર કરી રહૃાા છે. તેમના પગમાં ફોડલા પડી રહૃાા છે. ગંદા પાણીનાં કારણે વધુ રોગચાળો ફેલાઈ તે પહેલા ભુગર્ભ ગટરની સફાઈ અને માર્ગો પર જામેલ લીલની સફાઈ કરવા ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *