રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
સહી પોષણ દેશ રોશનનાં નારા સાથે આંગણવાડીકેન્દ્ર ગુંજી ઉઠ્યું.
આજ રોજ ઉના તાલુકાના ભાચા સેજાના ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી ડમાસા -૧ અને ડમાસા – ૨ તેમજ એલમપુર-૧ અને એલમપુર-૨ તેમજ રાતડ ગામના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા લીલા શાકભાજી માંથી સલાડ બનાવવા માટેની પદ્ધતિ કિશોરીઓ અને લાભાર્થીઓને શીખડવામાં આવી હતી. સલાડ નો ઉપયોગ કેવી રીતે કરવો , સલાડ ફાયદા અને ગુણધર્મો વિષેની માહિતી આપવામાં આવી હતી.
ખાસ કરીને કિશોરીઓને આ કાર્યક્રમ આમંત્રિત કરવામાં આવી હતી. કિશોરીઓ દ્વારા પોતાના ઘરના સભ્યને પોષણયુક્ત આહાર આપવામાં આવે તે માટેની સમજણ પણ આપવામાં આવી હતી.કિશોરીઓ પણ દેશનું ભવિષ્ય કેવી રીતે સુધારી શકે કિશોરીઓનું દેશ માટે શું મહત્વ હોય અને લગ્ન પહેલા પિયરમાં અને લગ્ન બાદ સાસરે તેમજ પોતાના આવનાર બાળકને પણ પોષણયુક્ત ખોરાક કેવો આપવો તે માહિતી આપવમાં આવી હતી.કાર્યક્રમ ઉપસ્થિત રહેનારા લાભાર્થીઓને પોષણ કેવી રીતે મળે અને યોગ્ય પોષણયુક્ત ખોરાક ક્યાંથી અને કેવા ખોરાક લેવાથી મળે તેમજ પોષણયુક્ત ખોરાક લેવાથી સ્વાસ્થ્ય કેવી રીતે જળવાય તમામ મુદ્દાઓ પર વિચારવિમર્સ કરવામાં આવ્યું હતું અને આ માહિતી લોકો સુધી પહોંચાડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી..આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભાચા ગ્રૂપના મુખ્યસેવીકા પૂનમબહેન સિરોદરરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં લાઈવ ટેલિફોનિક મોનીટરીંગ ઉના સિ.ડી.પી.ઓ. અને ગીર સોમનાથ જિલ્લા પોગ્રામ ઓફિસર કીડેચાસાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
હાલ ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે પણ આઈ.સી.ડી.એસ. વિભાગના આ ગિરસોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર, હેલ્પર, મુખ્યસેવીકા, સિ.ડી.પી.ઓ.,જિલ્લા પોગ્રામ ઓફિસર દ્વારા ખુબજ સરસ નોંધનીય કામગીરી કરી હતી અને સરકાર દ્વારા ચાલતી આ યોજનાનો લોકો સુધી વધુમાં વધુ લાભ મળે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.ડમાસા, એલમપુર, અને રાતડ ગામના આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત જણાવ્યું હતું કે, “કુપોષણ દૂર કરવાની જવાબદારી હવે અમારી છે, દરેક બાળક અમને જીવથી પણ વધારે વ્હાલું છે.