રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોનાનો કહેરને લઈને હાલ લક્ઝરી બસના માલિકો પરેશાન છે. તેથી નર્મદા જિલ્લા લક્ઝરી બસ ઓનર્સ એસોસિયેશનના પ્રતિનિધિ ગુરુવારે જિલ્લા કલેકેટરને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટ્રાવેલ્સનો ધંધો કરતા સંચાલકોનો ધંધો હાલ ૬-૭ મહિનાથી બંધ હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
બસ ઓનર્સ એ જણાવ્યું હતું કે ૧૨ મહિના સુધી રોડ ટેક્સ માફ કરવા, એડવાન્સ ટેક્સમાં રાહત, વિમાની અવધિમાં ૬ મહિનાનું એક્સટેન્શન આપવા, બેંકના હપ્તા ભરવા અને વ્યાજમાં રાહત આપવા સહિતની માંગણી લઈને નર્મદા જિલ્લા લક્ઝરી બસ ઓનર્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી.
રાજપીપળાના રહીશોની તંત્રને ચીમકી: જો માંગ પુરી નહિ થાય તો રસ્તા રોકો આંદોલન કરીશું આ બાબતે બસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે હજુ પણ પરિસ્થિતિ સુધરી નથી અને અનલોક હોવા છતાં પ્રવાસન ધામો-સ્કૂલો બંધ છે.એટલે અમારી પરિસ્થિતિ જેવી હતી એવીજ છે. ત્યારે આર્થિક મુશ્કેલીમાં તમામ ખાનગી બસ સેવાનો, ટ્રાન્સપોટ્રેશનનો વ્યવસાય કરતા વેપારીઓ મુશ્કેલીમાં છે, તેઓ બેંકના હપ્તા ભરવા અસક્ષમ છે.
જો સરકારે આટલી મદદ કરી છે તો જો ૧૨ માં મહિના સુધી જો મદદ કરી દે તો આ વ્યવસાય બચી શકશે. જે માટે અમારું વાહન ના ચલાવવું હોય તો નોનયુઝ મુકવા માટે જે એડવાન્સ ટેક્સ ભરાવો પડતો હોય છે, આ પ્રથા નાબૂદ કરી એડવાસન વગર ટેક્સ ભરે અમારું વાહન નોનયુઝ સ્વીકારવામાં આવે.
વ્યાજમાં રાહત આપવા બેન્કોને સૂચના આપવા માગઃ બસ ઓનર્સ
આ સાથે રોડ ટેક્સમાં રાહત આગામી ૧૨ માં મહિના સુધી લંબાવી આપવામાં આવે. બેંકના હપ્તા ભરવામાં અને વ્યાજમાં રાહત આપવા બેન્કોને સૂચના આપવામાં આવે, વિમાની અવધિમાં ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો અમારા બસ ઓનર્સ એસોસિયેશનના સભ્યો બચી શકે અને વ્યવસાય બચી શકે છે.