નર્મદા: રાજપીપળા છત્રવિલાસ તરફથી એસ.ટી બસો,ભારદારી વાહનોની અવર જવર બંધ કરાવવા સ્થાનિકોનું આવેદન..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

કલેક્ટર ને આપેલા આવેદન માં ટુક સમયમાં આ રૂટ બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજપીપળા ખાતે તમામ એસ.ટી બસોનો જે જૂનો રસ્તો હતો તે બંધ કરવામાં આવ્યો અને છત્રવિલાસ રહેણાંક વિસ્તાર અને સિંગલપટ્ટી રસ્તા પરથી એસ.ટી બસો હાલ અવર જવર કરી રહી છે.આ વિસ્તાર માં કોલેજ,નાના બાળકોની સ્કૂલો,અને હોસ્પિટલ પણ આવેલી છે જેના કારણે ત્યાંના રહેવાસીઓને અકસ્માત થવાનો ડર હોવાથી એસ.ટી બસો સહિત મોટા ભારદારી વાહનો માટે આ રસ્તો બંધ કરી અન્ય  રૂટ ફાળવવામાં આવે એવી રજુઆત સાથે સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું અને ટુક સમયમાં આ રૂટ બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રાજપીપળા ખાતે એસ.ટી વિભાગ દ્વારા બસોનો જે જૂનો રૂટ હતો એ ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો અને છેલ્લા ઘણા અમયથી રાજપીપળા એસટી ડેપો માંથી નીકળતી તમામ બસો રાજેન્દ્ર સ્કૂલ,છત્રવિલાસ- કાળિયાભૂત થઈ અન્ય જગ્યાએ જાય છે આજ બસો રિટર્નમાં રાજપીપળા કાળા ઘોડા-સંતોષ ચોકળી-ગાંધી ચોક-કાળિયાભૂત-છત્રવિલાસ થઈને સિવિલ હોસ્પિટલથી ડેપો તરફ જાય છે આ રસ્તો સિંગલ પટ્ટીનો હોય વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તથા ઘણા અકસ્માતો પણ થાય છે આ વિસ્તારમાં કોલેજ સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે જેના કારણે જો આ વિસ્તાર માંથી એસ.ટી બસોની અવર જવર અવિજ રહિતો શાળાના નાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ તથા દર્દીઓના જીવ હાલ જોખમમાં છે હાલ છત્રવિલાસ વિસ્તારમાંથી 108 ઇમરજન્સી વાહનને પણ પસાર થવું સંઘર્ષ ભર્યું છે માટે વહેલી તકે એસ.ટી બસો સહિત ભારે વાહનોનો રૂટ ચેન્જ કરવામાં આવે એવી માંગ સાથે સ્થાનિકો દ્વારા કલેકટરને  આવેદન આપવામાં આવ્યું હતું.

પહેલા આ રૂટ પર રાજપીપળા એસ.ટી બસો સહિત અન્ય ભારવાહક વાહનો માટે આ સિંગલ રૂટ હતો તે સમયે પણ ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાતા હતા અને હવે ડબલ રૂટ થવાથી સ્થાનિકો ની તકલીફોમાં ઘણો વધારો થયો છે અને અહીં સંપૂર્ણ રહેણાંક વિસ્તાર હોવાથી નાના બાળકો બહાર રમવા નીકળતા હોય છે, તથા વૃધો પણ બહાર નીકળતા હોય છે જેના કારણે એસ.ટી બસોની અડફેટે આવી જવાની સંભાવના પણ રહેલી છે આ તમામ કારણો ને લીધે આજે છત્ર વિલાસ, રઘુવીરસિંહ કોલોની, ચિત્રકૂટ સોસાયટી, પંચવટી સોસાયટી, તથા કાળિયાભૂત ચોકળી વિસ્તારના રહીશો દ્વારા આ વિસ્તારમાંથી એસ.ટી બસોનું અવર જવર સદંતર બંધ કરવામાં આવે એવી સરકારને રજુઆત કરાઈ હતી જો ટૂંક સમયમાં એસ.ટી બસોનો આ રૂટ બંધ નહીં કરાય તો રસ્તારોકો આંદોલન કરવાની રહીશોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *