રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક મા પ્રવેશ દ્વાર પર અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર નામ રાખવા માટે નો જે નિર્ણય લીધો છે તે બદલ બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા બગસરા લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ રમેશભાઈ સુવાઞીયા તેમજ તમામ સભ્યો એ હષઁ અને આનંદ ની સાથે સંઘાણી આભારની લાગણી વ્યક્ત કરી હતી વધુ મા રમેશભાઈ એ જણાવ્યુ હતુ કે આજ થી લગભગ પાંત્રીસ વર્ષ પહેલા સમુહ લગ્નની શરૂઆત કરનાર વડીલ અ .નિ. અરજણભાઈ વેલજીભાઈ પટેલે સમાજ ને એક નવો રાહ ચિંન્ધોયો હતો સાથોસાથ તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે બગસરા લેઉવા પટેલ સમાજ ના સ્થાપક પ્રમુખ રહીને વિવિધ સામાજિક સેવાકીય કામ કરનાર અરજણભાઈ વેલજીભાઈ પટેલ ને ખરા ભાવ થી એક શ્રધ્ધાજંલી રૂપે જિલ્લા બેંકના પ્રવેશ દ્વાર પર નામ રાખવા નો નિર્ણય જે લેવા મા આવેલ છે તે ખરા અથઁ મા એક સહકારી આગેવાન ની સેવા ની નોંધ લઈ ને ઉમદા કાર્ય થવા જઈ રહેલ છે બહુજ ખુશી ની વાત છે અંત્રે ઉલ્લેખનીય છે કે બગસરા નાગરિક બેંક માર્કેટિં યાર્ડ બગસરા જુથ વિવિધ કાયઁકરી સહકારી મંડળી જેવી અનેક સંસ્થાઓ બગસરા શહેર ને આપી છે અને આજે દરેક સમાજ ને એનો લાભ મળે છે તેમ એક અખબાર યાદી મા પટેલ સમાજ ના પ્રમુખ રમેશભાઈ સુવાગીયા એ જણાવેલ છે અને ફરી ફરીથી તમામનો આભાર વ્યક્ત કરે છે.