નર્મદા: ગંભીરપુરા ગામમાં ઘર અને ખેતરમાં ભાગ બાબતે પુત્ર એ પિતાને માર મારતા પુત્ર,પુત્રવધુ સામે ફરિયાદ .

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

આઠ વર્ષ થી સાસરી માં રહેતો પુત્ર એ પિતા પાસે આવી ખેતર અને ઘર માં ભાગ માંગતા બબાલ થઈ

નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામમાં ખેતર અને ઘર માં ભાગ માંગતા પુત્ર અને પુત્રવધુ એ પિતા ને માર માર્યા ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરપુરા ગામ માં રહેતા પ્રભુભાઈ રામાભાઈ તડવી ની ફરિયાદ મુજબ તેમનો પુત્ર વિજય ઉર્ફે પ્રવિણ પ્રભુભાઈ તડવી તથા પુત્રવધુ હેમુબેન વિજયભાઈ ઉર્ફે પ્રવિણભાઈ પ્રભુભાઈ તડવી બન્ને રહે.સુરજવડ ખેતર અને ઘર માં ભાગ માંગવા આવતા પિતા એ જણાવ્યું કે તું લગ્ન કર્યા પછી તારી સાસરીમાં રહેતો હતો અને આઠ વર્ષ પછી આવીને તને ઘર અને ખેતર જોયે છે.તેમ જણાવતા પુત્ર એકદમ ઉશ્કેરાઇ જઇ પિતા ને કમર લાતો મારી કમર તથા પેઢાના ભાગે ગેબી માર મારી ઇજા પહોચાડી તથા આરોપી પુત્રવધુ એ ઉશ્કેરણી જનક ગાળો બોલી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *