નર્મદાના શિક્ષિકા નમિતાબેન મકવાણા ને ડો.એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ એનાયત..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

૫૦ દેશ માંથી ૧૦૧ લોકોને પસંદ કરવામાં આવ્યા એ વેબી- નારમાં નર્મદા જિલ્લાના શિક્ષિકા નમિતાબેન મકવાણાએ પણ ભાગ લઈ પોતાની કામગીરી અને પ્રોજેકટ વિશે માહિતગાર કરતા એમની પણ આ એવોર્ડ માટે પસંદગી થઈ

ભારત સરકાર, યુ.એન.આઈ.સી.ઈ.એફ અને સ્વર્ણ ભારત પરિવારના સંયુક્ત ઉપક્રમે “કુપોષણ મુક્ત ભારત” અને “કુપોષણ મુક્ત વિશ્વ” ની એક મુહિમ ચલાવાઈ રહી છે.”કુપોષણ મુક્ત ભારત” ના કાર્યક્રમને આગળ વધારે એ સાથે જ સ્વર્ણ ભારત પરિવારને નક્કી કર્યું કે આ કાર્યને વિશ્વ કક્ષાએ લઈ જઈ વિશ્વને કુપોષણ મુક્ત બનાવવા એક મુહિમ ચલાવશે.સ્વર્ણ ભારત પરિવારના ઓવરસિઝ હેડ રાકેશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ૫૦ થી વધુ દેશોએ અમારી આ મુહિમમાં ભાગ લીધો હતો.”કુપોષણ મુક્ત ભારત” અંતર્ગત સારી કામગીરી કરનાર સેવાભાવી વ્યક્તિ ઓને પ્રોત્સાહિત કરવા સ્વર્ણ ભારત પરિવાર દ્વારા ડો.એ.પી. જે.અબ્દુલ કલામ રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૨૦ નું આયોજન દિલ્હી ખાતે કરાયું હતું.

“સ્વર્ણ ભારત પરિવાર” દ્વારા કોરોના મહામારીને લીધે “ગૂગલ મીટ” ના માધ્યમથી એક વેબીનારનું આયોજન કરાયું હતું. જેમાં જેતે દેશના સામાજિક કાર્યકરો, શિક્ષકો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ “કુપોષણ મુક્ત” માટે કરેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.સ્વર્ણ ભારત મંચ દ્વારા આ માટે ૫૦ દેશ માંથી ૧૦૧ લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, એ વેબીનારમાં નર્મદા જિલ્લાના શિક્ષિકા નમિતાબેન મકવાણાએ પણ ભાગ લઈ પોતાની કામગીરી અને પ્રોજેકટ વિશે માહિતગાર કરતા એમની પણ આ એવોર્ડ માટે પસંદગી થઈ છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાણીપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નમિતાબેન મકવાણાએ “કુપોષણ મુક્ત ભારત” ને અનુલક્ષીને “એક કદમ સ્વસ્થતાકી ઓર” નામનો એક સંશોધાત્મક પ્રોજેકટ તૈયાર કર્યો હતો, એમનો આ પ્રોજેકટ જિલ્લાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ માટે પણ પસંદગી પામ્યો હતો.આ જ પ્રોજેકટની નોંધ “સ્વર્ણ ભારત પરિવારે” લીધી હતી અને નમિતાબેન મકવાણાને “કુપોષણ મુક્ત ભારતના” પ્રચાર માટે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૨૦ થી સન્માનિત કરાયા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વના 50 જેટલા દેશો માંથી પસંદગી પામેલ ૧૦૧ સેવાભાવી વ્યક્તિઓ માંથી અંતરિયાળ આદીવાસી વિસ્તાર એવા નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષિકાની પસંદગી થતા ગુજરાત અને જિલ્લા માટે એ ગૌરવની બાબત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *