રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
થોડા દિવસ પહેલા લીમડાના ઝાડ પરથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવેલ હતો.પતી પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ લાકડી માથામાં મારતા પત્નીનું મૃત્યુ થવાની હકીકત સામે આવી છે. પતિના ત્રાસથી કુવામાં પણ પડી હતી અને એક વર્ષ પોતાના પિયરમાં પણ રહી હતી. છૂટાછેડા પણ લીધા હતા પણ એક વર્ષના અંતે ફરી સમાજના આગેવાનોને ભેગા કરી સમાધાન કરી સાસરીમાં પરત ગઈ હતી. ડિટવાસ પોલીસ દ્ધારા આરોપી રણછોડની શોધખોળ કરી ઘનિષ્ટ અને આકરી પુછપરછ કરતા ગુન્હાની કબૂલાત કરી હતી. મૃતદેહને પોતાના પુત્ર અલ્પેશ તેમજ પોતાના ભત્રીજા નરેશની મદદથી લટકાવી દેવાયો આત્મહત્યા બતાવવાની કોશિશ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.