જૂનાગઢ: માંગરોળ બંદર રોડ અવેડા પાસે ટ્રિપલ અકસ્માત: બાઈક પર સવાર શ્રમિક મહિલાનું ઘટના સ્થળે જ મોત..

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર રોડ અવેડા પાસે બાઈક છકડો રીક્ષા સામસામે અથડાતા બાજુમાંથી ટ્રક પસાર થાતા ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો તેમાં શ્રમિક મહિલા નું ઘટના સ્થળે જ મોત થયું હતું.

માંગરોળ ના બંદર રોડ પર એક રીક્ષા બંદરથી માંગરોળ તરફ આવી રહી હતી અને મોટર સાઇકલ માંગરોળ થી બંદર તરફ જઈ રહી હતી તે દરમિયાન અવર ટેક કરવા જતા મોટર સાઇકલ અને રિક્ષા વચ્ચે ટક્કર લાગતા બાઈકમાંથી મહિલા પડી જતા ટ્રકની હડફેટે આવી જ્તા બાઈક પર સવાર તુપતિબેન ટંડેલ ઉ.વ. ૫૦ નું ઘટના સ્થળે જ મોત થયું હતું.મૃતકની શરીરને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલ પહોચાડવામાં આવી હતી..

અત્રે ઉલ્લેખનિય છે કે માંગરોળ બંદર ઝાપાથી બંદર તરફ જતો રસ્તો ખુબ જ સાંકડો છે જેથી આ રસ્તા પર વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે એ રસ્તો પહોળો કરવામા આવે તેવી લોકમાંગણિ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *