મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે જિલ્લામાં કોરોનાના કુલ ૧૭ કેસ હતા જેમાં આજે બીજા ૬ કેસનો ઉમેરો થતા કુલ ૨૩ કેસ નોંધાયા છે. આ કેસોમાં બાલાશિનોરમાં ૪ અને કડાણામાં ૨ કેસનો વધારો થયો છે. બીજી તરફ છ દર્દીઓ સારા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાના અનેક કેસો છતા અત્યાર સુધી મૃત્યુનો એક પણ બનાવ નથી બન્યો. મહીસાગર જિલ્લામાં આવી રીતે જો કેસની ઝડપ વધી જશે તો મહીસાગર ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોન તરફ જતા વાર નહી લાગે તેવું લાગી રહયુ છે. બાલાશિનોરમાં ૪ કોરોનાના દર્દી વધી જતા બાલાશિનોરના ફેલસાણી ગામને કોવીડ-૧૯ કન્ટેઇન્ટમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યુ છે અને આ વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવરને પ્રતિંબંધિત કરવામાં આવી છે.