રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષે કેટલાક વિષયોમાં વાંધો ઉઠાવતાં સમગ્ર સભા ઉગ્ર બની હતી. તેમાંય ખાસ કરીને કોવિડ-૧૯ દરમિયાન થયેલ ખર્ચ જનરલ સભાની મંજૂરીએ કરવામાં આવ્યો હતો. તને મુલત્વી રાખવાની ફરજ પડી તો બે મહત્વના વિષય સામે વિરોધ પક્ષે જોરદાર રજૂઆત કરતા મુલતવી રાખવામાં આવ્યા હતા. જ્યારે મોટાભાગના વિષય સર્વાનુમતે પાસ થયા હતા ડભોઇ પાલિકાની સામાન્યસભા મહિલા પ્રમુખના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં મંગળવારે સાંજે મળી હતી. જેમાં હાલની ઈને દરેક સભાસદો સોશિયલ ડિસ્ટન્સિંગ તથા મોં પર માસ્ક સાથે સભાગૃહમાં મીટિંગ શરૂ થઈ હતી. સમગ્ર સભાની શરૂઆતમાં જ ડભોઈ નગર પાલિકાના માજી પ્રમુખ ડૉક્ટર જશભાઈ પટેલ, માજી સભાસદ નહેમતુલા એ લોખંડવાલા તથા સંસ્થાના માજી સદસ્ય આશાબેન પટેલનું અવસાન થતાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી શોકદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત સમગ્ર સભાના ઠરાવ બહાલ રખાયા હતા. જ્યારે મહત્વના વિષયમાં મણિયાર એન્ડ કંપનીમાંથી ૧,૭૮,૮૦૦ ના ખર્ચે મશીનના સ્પેરપાર્ટની ખરીદી સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ પ્રમુખ દ્વારા કરાઇ હતી. જેને લઇને વિરોધ પક્ષ ના આગેવાન અને જાગૃત સભ્ય સુભાષભાઈ ભોજવાણી દ્વારા અનેક વાંધા રજૂ કરી આ ખરીદીમાં ભ્રષ્ટાચારની ભુરંગોને ગાજતા આરોપ પ્રત્યારોપ સામસામે થતાં છેવટે આ વિષય મુલતવી રાખવાની ફરજ પડી હતી. તો વળી કોરોનાને કારણે ૧૫ લાખ રૂપિયા ફાળવાયા હતા.
જેની સામે તંત્ર દ્વારા થયેલ ૧૦ લાખનો ખર્ચ કરાયો હોવાને લઈ વિરોધ પક્ષે આ ખર્ચાઓ આડેધડ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપો કરી આ ખર્ચમાં ભ્રષ્ટાચારની બૂમ આવતી હોવાનું વિરોધ પક્ષ દ્વારા સભામાં વારંવાર જણાવતા આ વિષય પણ પ્રમુખ દ્વારા મજૂરીની અપેક્ષા માટે લાવ્યા હતા. પરંતુ આ વિષય પણ મુલત્વી રાખવામાં આવ્યો હતો. ડભોઇ નગરપાલિકાને સરકાર દ્વારા વરસાદી ગ્રાન્ટ પૈકી ૧ કરોડ ૯૫ લાખ ફાળવવામાં આવી હતી. જેમાં રસ્તાઓ ચોમાસા દરમિયાન નુકસાન થયું હોય તેમાં વાપરવાના તેમજ ડ્રેનેજના કામમાં વાપરવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું. જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા એક કરોડ ૫૦ લાખની મળેલ ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવાનું નક્કી કરાયું હતું. જ્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ કપરા સમયમાં સતત ખડેપગે રહી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને સન્માનિત કરવાના વિષયને એક સદસ્ય દ્વારા ના પાડતાં આ બાબતે પોતાનો વિરોધનો સૂર રજૂ કરતા સન્માનિત કરવાનું બંધ રાખતા કોરોના વોરિયરને આ ઘટના ધક્કા સમાન લાગી હતી. આ સમગ્ર સભામાં કેટલાક ખર્ચાઓને લઈ વિરોધ પક્ષે ભ્રષ્ટાચારની ભૂરંગો ગજવી નાખતાં આવા વિષયો મુલતવી રાખવાનો વારો આવ્યો હતો. તો વળી કોરોના વોરિયર્સને અપમાનનો ઘૂંટડો પીવાનો વારો આવ્યો તો ક્યાંક મહત્વના કેટલાક વિષયો મહત્વના નિર્ણય પણ લેવાયા હતા.