જૂનાગઢ જિલ્લામાં કેશોદના જલારામ મંદિર ખાતે બાફ મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું રાહત ભાવે વિતરણ કરાયું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યોં છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણાં સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી ઘરગથ્થુ ઉપચાર કરવા સીવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કોરોના મહામારી કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુચવવામાં આવતાં ઘરગથ્થુ ઉપચાર માટેની ચીજવસ્તુઓ બજારભાવે ખરીદ કરવી એ દરેક પરિવારને પોસાય નહીં ત્યારે કેશોદના યુવા ડૉક્ટર ઋતુરાજ અગ્રાવત અને જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા રાજકોટની સંસ્થાના સહયોગથી નાસ લેવાનું ઈલેક્ટ્રીક મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર રાહત ભાવે વિતરણ કરવાનો કાર્યક્રમ જલારામ મંદિર ખાતે રાખેલ હતો. જેમાં કેશોદ શહેરમાં થી ખુબજ ઉમળકાભેર સહકાર મળતાં માત્ર બે કલાકમાં સ્ટોક પૂરો થઈ ગયો હતો જેથી ફરીથી રાહત ભાવે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. મહામારી સામે લડવા માટે આજે જ્યારે કોઈ વેકસીન કે દવા હાથ લાગી નથી ત્યારે અત્યારે માત્ર હાથ વગા ઉપાયો હોય તો એ સ્ટીમ મશીન છે આના માટે જલારામ મંદિર કેશોદ તથા અગ્રવાત હોસ્પિટલ તરફથી કેશોદ ની જનતા માટે N95 માસ્ક સેનેટાઈઝર તથા બાફ મશીનનું આખી કીટ સાથે રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતું જેમાં એક જ કલાકમાં ૨૫૦ કીટનું વિતરણ કરાયું હતું. જલારામ મંદિર કેશોદ દ્વારા જ્યારથી કોરોના મહામારી ની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે ત્યારથી જ લોકોની સેવા કરી રહી છે લોકડાઉન દરમિયાન દાતાઓના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જ્યારે આજ ની જરૂરિયાત બાફ મશીન આ માસ્કને ચેલેન્જ છે તો તે રાહત દરે વિતરણ કરી રહી છે. આજથી કીટ વિતરણ ચાલુ કરવામાં આવશે જલારામ મંદિર સવાર-સાંજ વિતરણ કરવામાં આવશે આ વ્યવસ્થામાં જલારામ મંદિર ટ્રસ્ટી મંડળ દિનેશ કાનાબાર, ડૉક્ટર ઋતુરાજ અગ્રાવત મેહુલભાઈ ગોંડલીયા ભુપેન્દ્રભાઈ જોશી, દિનેશભાઈ ત્રિવેદી, વગેરે દ્વારા સેવા આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *