રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ ની આશિર્વાદ હોટલ પાસે રોડ પર કોઈ પક્ષી પડ્યું છે એવો ફોનકોલ નેચર હેલ્પ ફાઉન્ડેશન ડાકોર સંસ્થાના હેલ્પલાઇન નંબર પર આવતાં સંસ્થાના વોલેન્ટર અલી અબ્બાસ સમય ના બગાળતા ઘટના સ્થળ પર લગભગ ૨૫ મિનિટ માં પહોંચતા પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે ગ્રે હોર્નબીલ પક્ષી ડીહાઈડ્રેટ થઈ અને રોડ પર પડેલું હતું. પ્રાથમિક તપાસ બાદ હોર્નબીલ પક્ષી ગરમીના કારણે ડિહાઇડ્રેટ થયું હોવાથી પક્ષીને તાત્કાલિક ધોરણે ઓ.આર.એસ. વાળું પાણી પીવડાવી બોક્ષમાં લઇ અને વેટરનરી તબીબ પાસે લઇ જઇ અને તેની પ્રાથમિક સારવાર કરી તેને સ્ટેબલ કરવાનો પ્રયત્ન કરી અને તેને ઓબ્સેર્વેશન માં રાખી અને હાલ પક્ષી સ્ટેબલ છે. અને હવે પક્ષીને પુનઃ ઉડાડવામાં આવશે. સંસ્થાના પ્રમુખશ્રી રાહુલ સોલંકી ના જણાવ્યા અનુસાર વધારે પડતી ગરમીના કારણે અત્યારે પક્ષીઓ દિહાઇડ્રેટ થવાના કેસમાં વધારો થયો છે એમને ઓ.આર.એસ. અથવા વિટામીન સી વાળુ પાણી પીવડાવી અને તેની ચકાસણી કરવામાં આવતી હોય છે ક્યાંય વાગ્યું નથી ને અને ત્યારબાદ તેની તબિયત સ્થીર થતા તેને પુનઃ મુક્ત કરવામાં આવે છે ગ્રે હોર્નબીલ પક્ષી ફળફળાદી વાળા વૃક્ષો પર નિર્ભર હોઈ છે અને આવા નાના ફળ ખાઈ પોતાનું જીવન નિર્ભર કરતા હોય છે.