રિપોર્ટર:ભૂપત સાંખટ,અમરેલી
રાજુલાના છતડીયા ગામ નજીક આવેલ મોડેલ સ્કૂલ માં કોરેન્ટાઈન સેન્ટર શરૂ કરવામાં આવ્યું. સુરતથી આવેલા 121 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તે તમામ મજુર લોકો રાજુલાના ચાંદખેડા અને પટવા જાફરાબાદ શિયાળબેટ રખાયા છે. સરકાર દ્વારા આપવામાં આવેલ છુટ ના કારણે તેઓ પહોંચ્યા છે ત્યારે તેને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તેને પાંચ દિવસ માટે કોરેન્ટાઈન કર્યા બાદ રજા આપવામાં આવશે
તેમજ બહારથી આવેલા પરપ્રાંતીય મજૂરોને પાંચ દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવશે ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને ચકાસણી કર્યા બાદ જ તેઓને ઘરે જવા માટે છુટ આપવામાં આવશે
અહીં મોડલ સ્કૂલ ખાતે કોરેન્ટાઈનમાં રહેલા લોકો માટે માજી ધારાસભ્ય દ્વારા જમવા અને સવારે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ એક વ્યક્તિને પડી જવાથી પગમાં ફ્રેકચર થતા તેને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મંગાવી દવાખાને લઈ જવામાં આવ્યા છે