જૂનાગઢ: કેશોદના માણેકવાડા ગામે પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી..

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

હાલમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ આઈસીડીએસ ઘટકોમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહીછે કેશોદ ઘટકના સીડીપીઓ તથા સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકાના માણેકવાડા ગામે કેન્દ્ર નંબર બેમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓ દ્વારા પોષણની જાગૃતી માટે પોષણને લગતી વાનગી સ્પર્ધા રંગોળી બનાવવામાં આવી હતી સાથે કિશોરીઓને હેન્ડવોશ વિશે માર્ગદર્શન અને ઉપયોગીતા વિશે પ્રેકટીકલ માહીતી આપવામાં આવી હતી માણેકવાડા ગામે પોષણ માસ અભિયાનની ઉજવણીમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ સીડીપીઓ પ્રવિણાબેન ખીમસુરયા સુપરવાઈઝર શ્રદધાબેન બારડ વર્કર ગીતાબેન જલુ કિશોરીઓ સગર્ભા બહેનો ધાત્રી માતાઓ આશા વર્કરો હેલ્પર બહેનો તથા આરોગ્ય કર્મચારીઓને અને સેવાભાવિ અગ્રણી કાનભાઈ વિરડાની ઉપસ્થિતિમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *