રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
કડાણા તાલુકાનો ખિલખિલાટ વાનના ડ્રાઈવરે પ્રસૂતિ બાદ માતાને નદી પાર કરાવી સહીસલામત પોતાને ધરે પહોંચાડતા ખિલખિલાટ વાનના કેપ્ટન બંળવતભાઈ વાગડીયા.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની ખિલખિલાટ વાન સરસવા પી.એચ.સી નો કોલ મળતા સરસવા પી.એચ.સી માં થયેલી પ્રસૂતિ લઈને ધરે મૂકવા જતાં. પરતુ ચાદરી ગામ બેટમા આવેલું હોવાથી ખિલખિલાટ વાન ચાદરી ગામે જઈ શકે તેમ ન હોવાથી. રાઠડા ગામના કીનારા સુધી પ્રસુતિ પેશન્ટ મૂકી પેશન્ટના સગાને કોલ કરતા પેશન્ટના સગા પોતાની રોજી રોટી માટે નદીમાં માછલી મારવા ગયેલા હોવાથી પેશન્ટના સગા ૨૦ મીનીટ સુધી ન આવતા ખિલખિલાટ વાનના કેપ્ટન બળવંતભાઈ વાગડીયા નદીમાં બીજાની નાવડી લઈ પ્રસૂતિ પેશન્ટને સહી સલામત રીતે ધરે પહોચાઙયા હતા. આમ ખિલખિલાટ વાનના જાબાજ કેપ્ટને પોતાની ફરજ અદા કરી ને માનવતાનુ ઉતમ ઉદાહરણ પુરૃ પાડયૂ હતુ.