વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે અને છેલ્લા 10 દિવસથી તો રોજેરોજ કોરોના વાઈરસથી મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા કોરોના વાઈરસના બુલેટીનમાં કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યાં વિના જ કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 0 બતાવી હતી. જોકે બપોરે બાદ અચાનક જ આરોગ્ય વિભાગે 215 સેમ્પલ પૈકી 26 પોઝિટિવ કેસ જાહેર કર્યાં છે.