જૂનાગઢ: કેશોદ આઝાદ કલબનાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ વિઠ્ઠલાણીની નિમણુંક કરવામાં આવી..

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ આઝાદ કલબ નાં ટ્રસ્ટી મંડળ દ્વારા નિમણૂંક પત્ર આપી શૂભેચ્છા પાઠવી….

કેશોદ શહેરમાં રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ માં આઝાદી નાં સમયથી અવિરતપણે આગળ રહેતી આઝાદ ક્લબમાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ વિઠ્ઠલાણી ની નિમણુંક કરવામાં આવી છે. કેશોદ આઝાદ કલબ નાં ટ્રસ્ટી મંડળ નાં હકાભાઈ ચોવટીયા, દિનેશભાઈ કાનાબાર સહિતના રૂબરૂમાં નિમણુંક પત્ર આપ્યો હતો. કેશોદ શહેરમાં ઉદઘોષક તરીકે જબ્બર લોકચાહના મેળવનાર અને વિવિધ કાર્યક્રમો માં આયોજન કરી સફળતા મેળવનાર પ્રવિણભાઈ વીઠ્ઠલાણી ની આઝાદ કલબ નાં પ્રમુખ તરીકે વરણી થતાં સૌ મિત્રો-શૂભેચ્છકો એ અભિનંદન આપ્યા હતાં. આવનારાં દિવસોમાં કેશોદ શહેરમાં રમતગમત ક્ષેત્રે સક્રીયપણે આયોજન કરીને પ્રોત્સાહિત કરવા ઉપરાંત સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજવાનું નવનિયુક્ત પ્રમુખ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *