રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામક એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે આજે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સંદર્ભે વેબીનાર યોજાયે હતો.
જિલ્લા બાગાયત નિયામક એન.વી.પટેલે કિચન ગાર્ડન એટલે શું ? કિચન ગાર્ડન કેમ કરવું જોઇએ, કિચન ગાર્ડનમાં બાગાયત પાક કયા વાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ ખેડૂતોને પૂરી પાડી હતી. તેની સાથોસાથ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે કિચન ગાર્ડન-ટેરેસી ગાર્ડનની માંગ, કિચન ગાર્ડનના ફાયદાઓ, કિચન ગાર્ડનમાં ઉપયોગી બિયારણો, ખાતરો,ઋતુ મુજબ લેવાના શાકભાજી પાકો, ફુલ પાકો સહિત સરકારની અન્ય યોજનાકીય અંગેની જાણકારી જિલ્લા મદદનીશ બાગાયત નિયામક અને બાગાયત અધિકારીઓ દ્રારા પૂરી પાડી હતી.
