રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદારને તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં ઓનલાઇન નોધણી માટે તાલુકામાં એક જ સેન્ટર માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવે જેના કારણે એકજ તાલુકાના ૬૦ જેટલા ગામોના ૪૫૦૦ થી ૫૦૦૦ ખેડૂતોને ૫૦ થી ૬૦ કિલોમીટર ધક્કો ખાઈ લાઈનમાં ઉભા રહી ટોકન મેળવે જેને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ તમામ ગ્રામપંચાયત કચેરીઓમાં વી સી અને નેટની સુવિધાઓ છે જેથી ગામ લેવલ પર જ ઓનલાઈન નોધણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અને સરકાર દ્વારા ૨૫ ટકા જથ્થો લેવાનું હોવાથી તમામ ખેડૂતોને લાભ મળે તેવી માંગણી સાથે તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ સરપંચ એસોસિએશન પ્રમુખ ભાવેશભાઈ ડાભી શીલ સરપંચ રાજાભાઈ ભરડા ધીરૂ સોલંકી સહિત ખેડૂત દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું.