રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
મુક્તિધામ રોડ પર આવેલ ગંગાવાડી ની સામે આવેલ સસ્તા અનાજની દુકાન આગળ રાશન લેવા લોકો ઉભા હતા ત્યારે અચાનક આગળ આવેલ લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે ઉભેલા રેવાભાઈ દલાભાઈ સોલંકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેની જાણકારી મળતા સ્થાનિક રહીશો અને પરિવારજનો મોટી સંખ્યામાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
સિવિલ ના તબીબોએ તેમને મૃત જાહેર કરતા શહેર માં ગમગીની છવાઈ ગઈ હતી અને લોકમુખે જાણવા મળ્યું હતું કે સિદ્ધપુર નગરપાલિકા આવા વૃક્ષો અને જૂના ખંડેર મકાનો પણ કોઈ ઘટના ઘટે તે પહેલાં જો તપાસ કરે તો આવનારા સમયમાં આવી ઘટનાઓ બનતી અટકી જાય..