રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજ માં બનાસકાંઠા જિલ્લાને બાકાત રાખવામાં આવતા લાખણી કિસાન એકતા સમિતિ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જિલ્લા ને સહાય પેકેજ માં આવતી લેવા રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં સતત અને સાંબેલાધાર વરસાદ વરસતા ચોમાસું પાકમાં ખેડૂતોને મોટું નુક્સાન ગયું છે જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ૩૭૦૦ કરોડ રૂપિયાનું ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના ૨૦ જિલ્લાઓને લાભ આપવાનો નિર્ણય કરવામાં આવતા અન્ય જિલ્લા ઓના ખેડૂતોમાં નારાજગી સાથે રોષની લાગણી ફેલાઇ છે.
ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજ માં બનાસકાંઠા જિલ્લાને પણ બાકાત રાખવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે જેના અનુસંધાને લાખણી ખાતે કિસાન એકતા સમિતિ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે પુષ્કળ વરસાદના કારણે બનાસકાંઠા ના ખેડૂતોને મોટું નુક્સાન થયું છે ખેતરમાં ઊભેલા પાકો નિષ્ફળ થઈ ગયા હોવા છતાં બનાસકાંઠાના ખેડૂતોનું નુક્સાન સરકારને નજરે પડ્યું નથી.જો સરકાર દ્વારા જિલ્લામાં સર્વે કરવામાં આવે તો 60 ટકાથી વધારે પ્રમાણમાં નુકસાન જોવા મળે એવી પરિસ્થિતિ છે જે થી આવેદન પત્ર દ્રારા બનાસકાંઠા જિલ્લાને સહાય પેકેજ માં આવતી લેવા સરકારને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છેકે બનાસકાંઠા માં મગફળી ,કપાસ,બાજરી ,કઠોળ અને દાડમના પાકોમાં મોટું નુક્સાન હોવા છતાં જિલ્લાને સહાયથી વંચિત રાખવામાં આવતા ખેડૂતોમાં સરકાર સામે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.